zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search

યત્રાનન્દાશ્ચ મોદાશ્ચ મુદ: પ્રમુદ આસતે
કામસ્ય યત્રાપ્તા કામા, તત્ર મામમૃતં કૃધિ
ઇન્દ્રાયેન્દો પરિસ્રવ

જ્યાં આત્મિક અને ભૌતિક આનંદ, મોદ અને પ્રમોદ ઉત્તમતા
પર પહોંચેલા છે અને જ્યાં કામનાઓની પણ કામના પૂર્ણ થાય
છે, એ અમૃત-લોકમાં મને અમર બનાવો. હે આનંદમય, મુજ
સત્ત્વશીલ મનુજ માટે આનંદ-પ્રવાહ બનીને વહો.

(ઋ. ૯ : ૧૧૩ : ૧૧)

ભદ્રં નો અપિ વાતય મનો દક્ષમુત ક્રતુમ્

હે દેવ, અમારા મનને શુભ સંકલ્પવાળું બનાવો
અમારા અંતરાત્માને શુભ કર્મ કરનાર બનાવો
અને અમારી બુદ્ધિને શુભ વિચાર કરતી બનાવો.
(ઋ. ૧૦ : ૨૫ : ૧)

આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વત:

અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાએથી પ્રાપ્ત થતાં રહો.
(ઋ. ૧ : ૮૯ : ૧)