પરમ સમીપે/૪૫
Jump to navigation
Jump to search
૪૫
હું એવી માગણી નથી કરતો, કે
‘ચિંતા અને જવાબદારીનો આ બોજો ઉઠાવી લો.’
ના, હું તો એ પ્રેમની માગણી કરું છું
જે બધું જ સહી શકે; અને
એ શ્રદ્ધાની માગણી કરું છું, જે —
મારે માટે જે કાંઈ આવી પડે
તે સારું અને કલ્યાણકારી જ હશે એમ સમજે.
કારણકે,
એ સઘળું એ પરમપિતા તરફથી આવે છે
જેનું હૃદય પ્રેમની શ્રેષ્ઠ સમૃદ્ધિથી, અને
જેના હાથ ઉદાર વિપુલતાથી ભરપૂર છે.
સી. સ્પિટ્ટા