પરમ સમીપે/૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search

યસ્મિન્નિદં યતશ્ચેદં યેનેદં ય ઈદં સ્વયમ્
યોઽસ્માત્પરસ્માચ્ચ પરસ્તં પ્રપદ્યે સ્વયમ્ભુવમ્

જેમને વિશે આ જગત રહેલું છે, જેનાથી આ જન્મે છે, જે
જગતને રચે છે, પોતે આ જગત-સ્વરૂપ છે અને કાર્ય તથા
કારણથી પર છે, તે સ્વયંસિદ્ધ ભગવાનને શરણે હું જાઉં છું.

કાલેન પંચત્વમિતેષુ કૃત્સ્નશો
લોકેષુ પાલેષુ ચ સર્વહેતુષુ
તમસ્તદાસીદ્ગહનં ગભીરં
યસ્તસ્ય પારેઽભિવિરાજતે વિભુ:

સમગ્ર લોક, તેમના પાલકો તથા તેમનાં સર્વ કારણો કાળક્રમે
જ્યારે નાશ પામ્યાં હતાં ત્યારે બધે ઘોર ગંભીર અંધકાર જ હતો.
તે અંધકારની પેલી પાર વિરાજતા પ્રભુ (મારી રક્ષા કરો).

તસ્મૈ નમ: પરેશાય બ્રહ્મણેઽનન્તશક્ત્યે
અરૂપાયોરુરૂપાય નમ: આશ્ચર્યકર્મણે

અનંત શક્તિવાળા પરમેશ્વર પરબ્રહ્મને નમસ્કાર કરું છું.
રૂપરહિત છતાં અનેક સ્વરૂપો ધારણ કરનાર અને
આશ્ચર્યકારક કર્મ કરનાર તે પ્રભુને મારા નમસ્કાર છે.

નમ: આત્મપ્રદીપાય સાક્ષિણે પરમાત્મને
નમો ગિરાં વિદૂરાય મનસશ્ચેતસામપિ

જે સ્વયં-પ્રકાશી છે, સર્વના સાક્ષી છે, વાણી, મન અને
ચિત્તથી જે દૂર છે, તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.

નમો નમસ્તેઽખિલકારણાય, નિષ્કારણાયાદ્ભુતકારણાય
સર્વાગમામ્નાયમહાર્ણવાય નમોઽપવર્ગાય પરાયણાય

તમે સમસ્તના મૂળ કારણ છો, તમારું કોઈ કારણ નથી, છતાં
તમે અદ્ભુત કારણરૂપ છો. તમે સર્વ શાસ્ત્રોના મહાન સમુદ્ર છો,
મોક્ષ-સ્વરૂપ અને સંતજનોના આશ્રય છો. તમને હું નમસ્કાર કરું છું.
(ભાગવત)