પરમ સમીપે/૮
Jump to navigation
Jump to search
૮
નમસ્તે સતે તે જગત્કારણાય
નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય,
નમોઽદ્વૈતતત્ત્વાય મુક્તિપ્રદાય
નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય.
જગતના કારણરૂપ, સત્-સ્વરૂપ, સર્વ લોકોના આશ્રયરૂપ
ચેતનસ્વરૂપને નમસ્કાર. મુક્તિ આપનાર અદ્વૈતતત્ત્વને, સર્વવ્યાપી
શાશ્વત બ્રહ્મને નમસ્કાર.
❊
ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યં
ત્વમેકં જગત્પાલકં સ્વપ્રકાશમ્,
ત્વમેકં જગત્કર્તૃપાતૃપ્રહર્તૃ
ત્વમેકં પરં નિશ્ચલં નિર્વિકલ્પમ્.
તમે જ એક શરણ લેવા યોગ્ય છો, તમે જ એક વરણ કરવા
યોગ્ય છો. તમે જ એક જગતના પાલક છો અને પોતાના પ્રકાશથી
પ્રકાશમાન છો. તમે જ આ જગતના કર્તા છો, પોષક છો,
સંહારક છો, તમે જ એક પરમ નિશ્ચલ અને નિર્વિકલ્પ છો.
(મહાનિર્વાણતંત્ર)