પરિભ્રમણ ખંડ 2/નિર્જળ માસ
Jump to navigation
Jump to search
નિર્જળ માસ
જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
- નિર્જળું વ્રત એટલે?
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે — દાતણ પાણી મોકળાં, તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે — નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે — અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.