પૂર્વાલાપ/લેખક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ-પરિચય
Kavi Kant-image.jpg

નિરંજન ભગતે જેમને ગુજરાતીના સૌથી મોટા કળાકાર કવિ કહ્યા છે અને સુન્દરમે જેમની કવિતાને કાવ્યકળાની શિશિરમાં પહેલો વસંતવિજય કહી છે — તે કાન્ત ઉપનામ વાળા મણિશંકર રત્નજી ભટ્ટ (જ. ૨૦ નવે.૧૮૬૭ — અવ. ૧૬ માર્ચ ૧૯૨૩) આપણા એક ઉત્તમ સર્જક છે. નાટયગુણવાળાં અને પાત્ર-ઊર્મિની ઉત્કટતાવાળાં ખંડકાવ્યોથી એમણે નવીન કાવ્ય-સ્વરૂપ સરજ્યું ને શક્તિમંત તથા વિવિધ છંદોની સુઘડતા અને મધુરતાવાળી ચિરસ્મરણીય કૃતિઓ આપી. એવાં જ સુઘડ-મધુર સૉનેટકાવ્યો અને માત્રામેળી કાવ્યો રચ્યાં. કવિતા ઉપરાંત એમણે નાટક, વાર્તા, શિક્ષણ, અનુવાદ, વગેરે સ્વરૂપોમાં પણ લેખનકાર્ય કરેલું. એમનાં ૧૪ જેટલાં પુસ્તકો પ્રગટ થયેલાં છે.

કાન્ત એક તીવ્ર સંવેદનશીલ ચિંતક પણ હતા. ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર અને પછી ત્યાગ એમના જીવનની માનસિક-સામાજિક પરિતાપવાળી ઘટના હતી. પૂર્વાલાપ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે જ દિવસે કાશ્મીરના પ્રવાસથી પાછા વળતાં ટ્રેનમાં એમનું અવસાન થયું.