પૂર્વાલાપ/૩૧. પુરાની પ્રીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. પુરાની પ્રીત


સ્વરો તારા મને મીઠા સદા લાગે વ્હાલી!
છતાં આત્મા સદા બીજા સ્વરો માગે વ્હાલી!

તને ચાહું હંમેશાં પોષતો આશા અંતર :
છતાં સંતોષ હાવાં ના બીજા રાગે વ્હાલી!

નહીં એ છે અજાણ્યો રાગ છેક તને બાલે!
સૂઝે તેવી સ્મૃતિ લહરી તટે વાગે વ્હાલી!

સખી! જો સાંભળે ઉસ્તાદની કૈં એ બાની;
સુખે ભ્રમભેદ આત્મા તો બધા ત્યાગે વ્હાલી!

અને બ્રહ્માંડમાં પ્રતિશબ્દ ફેલાતાં આખર
પુરાની પ્રીત સાચી સ્વપ્નથી જાણે વ્હાલી!