પૂર્વાલાપ/૪૦. વત્સલનાં નયનો
Jump to navigation
Jump to search
તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નજરે ચડતાઃ
સહું તે, પણ કેમ શકાય, સખે!
સહી વત્સલનાં નયનો રડતાં?
નહિ તે કંઈ દોષભર્યા નયનોઃ
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસઃ
એ જખમી દિલનાં શયનો!