પૂર્વાલાપ/૭૩. કાંતાની પ્રાર્થના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૩. કાંતાની પ્રાર્થના


[રાગ ગૌડ મલ્હાર : તાલ ત્રિતાલ]

વિભુ જે વિલસે, ચરાચરે હસે,
બધે વ્યાપ્ત વસે, રસે તે ભજું!
પૂરે ઇચ્છાને!

પતિ કાન્ત વર વિના નહિ અવર,
સકલ જગત સુખ સરવર, નરવર,
પરમ કારુણિક પિતા!

ઉપાધિ શમાવો,
કમાણી કમાવો,
જનોમાં જમાવો,
ન મારું ગજું! નૂરે ભીંજાવો.