પૂર્વાલાપ/૭૨. હૃદયગીતા
Jump to navigation
Jump to search
ઘીરજ ધર ને, હૈયા તું મારા!
આત્મા શાશ્વત અમર છે!
દૂર થવાનું અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા!
સ્વર્ગોમાં સ્નેહે ભેટવું!
સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો :
દેહી શાશ્વત અમર છે :
નવ કુસુમ નવ મરતું!
પ્રભુ નિકટ ઝટ સરતું :
અયિ હૃદય! ધૃતિ ધર
દિલ નજર કરઃ
વિરલ તરુવર
વિરલ સરવર,
સમીપ સુરજનભવન ઝળહળતાં!
નોંધ: