પૂર્વાલાપ/૮૬. આંતરસપ્તપદી
Jump to navigation
Jump to search
૮૬. આંતરસપ્તપદી
[પદ]
આ પિતા, કર્યાં ક્રૂર કર્મો :
હણ્યાં મર્મો : પડયો; રડયો : પડયો! પડયો!
મને ન હતી આશા :
ખરે, પિતા! મને ન હતી આશા!
તેમાં અચાનક ગંભીર ગહ્વરે
દિવ્ય સુવર્ણિત જ્યોતિ જ્વલન્ત!
સ્નેહવસ્તુ! જ્ઞાનરૂપ! અનન્ત!