પૂર્વાલાપ/૮૫. શાંતિ-પ્રાર્થના
Jump to navigation
Jump to search
ઓમ્ શાંતિ સદા શિવ આપો, દયાધન! શાંતિ
સંહરો સંકટો શાપો, કૃપાધન! શાંતિ
શાંતિ પિતા, શુભ નામ તમારું
પાપ પ્રબલ, પ્રભુ, કાપો! દયાધન
સેવક હોઈ નથી કરી સેવા
શુદ્ધ જપ્યા નથી જાપો! કૃપાધન
સ્થાન ભવાટવી, ગાન પશુનું,
તપ્ત કરે પ્રભુ, તાપો! દયાધન