બરફનાં પંખી/એક મધરાતે

એક મધરાતે

ખંડાલાઘાટ
મારા
સપનામાં આવ્યો.
ને પૂછયું
“ભાઈ, તને કેમ છે?
મેં સૂકી જમીનમાંથી
તરણું
ઊંચક્યું
ને પછી
તોડી નાખ્યું
ને કહ્યું
"એમ છે.”

***