બરફનાં પંખી/મોરલો અધૂરો રહ્યો
Jump to navigation
Jump to search
મોરલો અધૂરો રહ્યો
હું તો અંધારે મોર બેઠી ભરવા ને મોરલો અધૂરો રહ્યો.
નથી સોયમાંથી નીકળતો દોરો ને મોરલો અધૂરો રહ્યો.
પડી દોરામાં થોકબંધ ગાંઠ્યું ને મોરલો અધૂરો રહ્યો.
હું તો ગૂંચભર્યા દોરાનો ઢગલો ને મોરલો અધૂરો રહ્યો.
બ્હાર ચોમાસું સાંકળ ખખડાવે ને મોરલો અધૂરો રહ્યો.
કિયા દોરાથી ગ્હેંક મારે ભરવી ને મોરલો અધૂરો રહ્યો.
***