બાબુ સુથારની કવિતા/એટલે કે ગળે ઘંટીનું પડ બાંધીને

૩૯. એટલે કે ગળે ઘંટીનું પડ બાંધીને

એટલે કે
ગળે ઘંટીનું પડ બાંધીને
કાગળની સફેદાઈમાં
તરવું.
(‘લખવું એટલે કે...’ માંથી)