બાળ કાવ્ય સંપદા/અંદર મંતર જંતર
Jump to navigation
Jump to search
અંતર મંતર જંતર
લેખક : મહેન્દ્ર જોષી
(1951)
અંતર મંતર જંતર, હું જાણું છું રે મંતર,
તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં.
જુઓ આ છે ટોપલી ખાલી,
તેમાં પરી આવે છે મતવાલી;
મારી ટોપલીમાં જાદુ,
તેમાં પરીને બેસાડું;
તેનું સસલું બનાવી દઉં... અંતર મંતર૦
જુઓ આ છે ગંજીપાની રમત,
રમતમાં છે મોટી ગમ્મત;
પ્હેલો ગુલામ આવે છે,
પછી રાણી આવે છે;
તેનો બાદશાહ બનાવી દઉં... અંતર મંતર૦
જુઓ આ છે મેના વગડાની,
તે ગાય છે સરસ મજાની;
તેને જંગલમાં ભાળી,
પૂરી પિંજરામાં પાળી;
તેને કૂકડી બનાવી દઉં... અંતર મંતર૦
જુઓ આ છે એક નાના ઠિંગુ,
તેનું નામ પાડ્યું છે મેં પિંગુ,
પિંગુ ખૂબ દોડે છે,
મોટાં ઝાડ તોડે છે;
તેને લંબું બનાવી દઉં... અંતર મંતર૦