બાળ કાવ્ય સંપદા/અમે નાનાં નાનાં બાળ
અમે નાનાં નાનાં બાળ
લેખક : સુરેશ દલાલ
(1932-2012)
અક્કડ અક્કડ થઈને ફક્કડ જાતાં રે નિશાળ;
રમ્મત ગમ્મત કરતાં અમે નાનાં નાનાં બાળ ! અક્કડ...
લઈને પાટી-પેન મજાની,
જાતાં રે સૌ દોસ્ત તુફાની;
ઝટપટ ઝટઝટ જમરૂખ તોડી ખાતાં અમે ગાળ;
રમ્મત ગમ્મત કરતાં અમે નાનાં નાનાં બાળ ! અક્કડ...
જાતાં જાતાં ફૂલો જોયાં, જોયાં ઊંચાં ઝાડ;
કોઈને તે ખેતરિયે જોઈ કાંટાકેરી વાડ.
ઝમઝમ વ્હેતાં ઝરણાં જોયાં હંસો સરવર-પાળ;
કલબલ કરતાં ઊડે પંછી છોડીને જંજાળ ! અક્કડ...