બાળ કાવ્ય સંપદા/અગાશી ઉપર જઈએ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અગાશી ઉ૫૨ જઈએ

લેખક : સાંકળચંદ પટેલ
(1940)

ચાલો ને, દાદાજી ! અગાશી ઉપર જઈએ
ઉ૫૨ જઈને સૂરજદાદાને નમીએ
ચાલો ને, દાદાજી ! અગાશી ઉપર જઈએ
ઉ૫૨ જઈને ટાઢને ટાટા કરીએ
ચાલો ને, દાદાજી ! અગાશી ઉ૫૨ જઈએ
ઉ૫૨ જઈને આકાશને મળીએ
ચાલો ને, દાદાજી ! અગાશી ઉ૫૨ જઈએ
ઉ૫૨ જઈને ઘર્રર્રઘર જોઈએ
ચાલો ને, દાદાજી ! અગાશી ઉપર જઈએ
ઉ૫૨ જઈને પીઈઈ પીઈઈ રમીએ
ચાલો ને, દાદાજી ! અગાશી ઉપર જઈએ
ઉ૫૨ જઈને ચીં સાથે ગીત ગાઈએ