બાળ કાવ્ય સંપદા/અમને વહાલા
Jump to navigation
Jump to search
અમને વહાલા
લેખક : ફિલિપ ક્લાર્ક
(1940-2021)
ચાંદા કેરાં ચાંદરણાં રે અમને વહાલાં,
ઝળહળ ઝળહળ પાથરણાં રે અમને વહાલાં.
સૂરજ કેરા તડકા રે અમને વહાલા,
એના તેજલ ભભકા રે અમને વહાલા.
ઝાડના શીતળ છાંયડા રે અમને વહાલા,
છાંયડે મૂક્યા બાંકડા રે અમને વહાલા.
ઝગમગ ઝગમગ તારા રે અમને વહાલા,
આરા ને ઓવારા રે અમને વહાલા.
પંખી ઊડતાં બોલતાં રે અમને વહાલાં,
બાળકો દડબડ દોડતાં રે અમને વહાલાં.