બાળ કાવ્ય સંપદા/કીડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કીડી

લેખક : ગભરુ ભડિયાદરા
(1940)

કીડી કતારમાં બહુ ચાલે,
કીડી ખાંડ લઈને મ્હાલે.
એક નાની નાજુક કીડી (૨)

કીડી ચટ્ દઈ કરડે ગાલે,
કીડીને હાથમાં કોણ ઝાલે ?
એક નાની નાજુક કીડી (૨)

કીડી પાંદડાના તરાપે તરે,
કીડી કણ કણ લઈને ફરે.
એક નાની નાજુક કીડી (૨)

કીડી ધીરે લાંબો પંથ કાપે,
કીડી કણ કોઈને કેમ આપે ?
એક નાની નાજુક કીડી (૨)