બાળ કાવ્ય સંપદા/આપણી ટોળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આપણી ટોળી

લેખક : મકરન્દ દવે
(1922-2005)

આપણી ટોળી ! ઝિન્દાબાદ !
આપણી ટોળી ! ઝિન્દાબાદ !

આપણી ટોળી ! સાબદી હાકે,
આપણી ટોળી ! ક્યાંય ન થાકે,
મોજ-મજા કે, વીજ-કડાકે !
હાસ-હીંચોળી ! ઝિન્દાબાદ !
આપણી ટોળી ! ઝિન્દાબાદ !

આંખ મળે ત્યાં તો અજવાળાં,
કોઈ ગોરાં તો કોઈ છે કાળાં,
રંગબેરંગી, નિરનિરાળાં
ફૂલની ઝોળી ! ઝિન્દાબાદ !
આપણી ટોળી ! ઝિન્દાબાદ !

અંગારા છો આભથી ઝરે,
આપણી ટોળી હાકલા કરે,
ઘૂમતી એ તો ઘરે ઘરે !
પ્રેમ ઝબોળી ! ઝિન્દાબાદ !
આપણી ટોળી ! ઝિન્દાબાદ !

હોય દિવાળી, હોય છો હોળી,
આપણી ટોળી ! ઝિન્દાબાદ !