બાળ કાવ્ય સંપદા/આપણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આપણે

લેખક : સુરેશ દલાલ
(1932-2012)

આપણે તો ભઈ, રમતા રહેવું,
પવનની જેમ ભમતા રહેવું.
સૂરજની જેમ ઊગતા રહેવું;
ચકલી જેમ ચૂગતા રહેવું.

ઝરણું થઈ દડતા રહેવું;
ફોરમની જેમ ફરતા રહેવું.
ઊંઘતા રહેવું, જાગતા રહેવું;
વાંસળીની જેમ વાગતા રહેવું.

આપણે તો ભઈ, આપણે રહેવું;
ઝીણી ઝીણા તાંતણે રહેવું.
શિયાળામાં તાપણે રહેવું;
બહા૨ ૨હીને આંગણે રહેવું.