બાળ કાવ્ય સંપદા/આવજો
Jump to navigation
Jump to search
આવજો
લેખક : સુરેશ દલાલ
(1932-2012)
આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે
એને જોવાને દોસ્ત તમે આવજો.
આભમાંથી થોડાક મેં તારલા વીણ્યા છે
એને જોવાને દોસ્ત તમે આવજો !
ધોળાં ધોળાં વાદળાંનાં સસલાં બનાવશું
અને તારલાની ટમટમતી આંખ.
ધોળાં ધોળાં વાદળાંનાં વ્હાલાં કબૂતરને
દઈ દઈશું વાયરાની પાંખ.
ઝાડનાં તો થોડાંક મેં પાંદડાં વીણ્યાં છે
એની આવીને હોડી બનાવજો.
આભમાંથી થોડાંક મેં વાદળાં વીણ્યાં છે
એ વાદળાંનાં સસલાં બનાવજો.