બાળ કાવ્ય સંપદા/આપણ એવા બંદા !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આપણ એવા બંદા !

લેખક : ગોવિંદ દરજી ‘દેવાશું'
(1950)

આપણ એવા બંદા !
ઊંચે ઊંચે વ્યોમ ઊડી સર કરશું સૂરજ-ચંદા !

આપણ એવા બંદા !
જગ આખ્ખુંયે સદાય પ્યારું,
હોયે ક્યાંથી મારું-તારું ?
સાવ અળગા રહીએ હો જ્યાં નાના-મોટા ફંદા !

આપણ એવા બંદા !
સૌ ઝાડે હો વંદન વંદન !
પંખી કલરવે નંદનવન !
કાયા નાની ભલે કામથી જાણે હો પડછંદા !

આપણ એવા બંદા !
સત્ય-અહિંસા હૈયે હરદમ !
કૂચ કરતાં કેડી ધમધમ !
મન વિચારે સુગંધ પ્રસરે કોણ કહે કુછંદા !
આપણ એવા બંદા !