બાળ કાવ્ય સંપદા/ગગન ભરીને
Jump to navigation
Jump to search
ગગન ભરીને
લેખક : ગોવિંદ દરજી ‘દેવાશું'
(1950)
ગગન ભરીને વરસ્યાજી
આ મેઘ મીઠા લાગ્યાજી !
અંતરના ઊંડાણે રૂડા
મોર બધા એ જાગ્યાજી !
ધરતી પર તો ફૂટી નીકળ્યાં
કૂણાં કૂણાં ઘાસજી !
અંતરમાં ઝરમર વરસ્યા ને
મધુર લાગ્યા વાસજી !
ખેડુ ઊમટ્યા ખેતરમાં ને
દાણા જુઓ વાવ્યાજી
મહેનતનાં ફળ મીઠાં મળશે
ગીત આશાનાં ગાયાંજી !
ઝાડ નાહ્યાં, પરવત નાહ્યા
નાહ્યાં નાનાં બાળજી !
પશુ-પંખી-જન સરવે રાજી
રાજી જગનો તાતજી !
શું કરવી એ ગગન ભરેલી
રૂડીથી રૂડી વાતજી !