બાળ કાવ્ય સંપદા/આપો એક
આપો એક
લેખક : મગનલાલ ગંધા
(1937)
આપો એક હોડલી
તો જઈએ ખૂંદવા પેલા સાગરનો ખોળો
એક નહીં, સાત સાત, સાગર ઢંઢોળી અમે
પૃથ્વીનો ફરી લઈએ ગોળો
આપો એક હોડલી
આપો એક ઘોડલી
તો થઈએ અસવાર એવા દેશ ને પરદેશ
રણની છો રેત ધાર, પહાડોના પાણાને
અમે મારી છલાંગ, આથડશું એવું
બાકી ન રાખીએ લવલેશ
આપો એક હોડલી
આપો એક મોરલી
તો બનીએ રે કાન, બંસીવાલા કાઢી મીઠેરા સૂર,
ભાઈ-ભાઈ, પ્રેમ-હેત; ફેલાવીએ એવા
ભાઈચારે રહીએ સાથ સંપી
આપો એક હોડલી