બાળ કાવ્ય સંપદા/ઉંદરડી
Jump to navigation
Jump to search
ઉંદરડી
લેખક : મનહર ઓઝા
(1958)
ઉંદરડી રે ઉંદરડી,
ગોળ ફરતી ફુદરડી.
હસતી ગાતી રમતી રમતી,
એ લટક મટકતી ચાલે.
ચૂંચૂં અવાજ કરતી એ,
ઠૂમક ઠૂમકતી ચાલે.
ઉંદરડી રે ઉંદરડી...
ઘર આખામાં દોડે,
કંઈનું કંઈ એ ઢોળે.
કાચનાં તો વાસણ ફોડે,
ધમાલ કરતી રસોડે.
ઉંદરડી રે ઉંદરડી ....
રોજ મોડી રાતે,
કરકર બ્રેડ કાપે.
કાતર જેવા દાંતે,
નવાં કપડાં કાપે.
ઉંદરડી રે ઉંદરડી...