zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ઊડતો હીંચકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઊડતો હીંચકો

લેખક : મંગળ રાવળ ‘સ્નેહાતુર'
(1959)

હીંચકો ઊડીને ઊડીને આવ્યો. પીંપળે રે લોલ !

બંધાયો છે ડાળે આપોઆપ જો,
સરગ છોડીને નીચે ઊતર્યો રે લોલ !
હીંચકે જડ્યા છે ઘણા હીરલા રે લોલ !

બાંધી છે નવરંગી એમાં ભાત જો,
અંદ૨ ચાર ચીજો દીસે કીમતી રે લોલ !
પ્હેલું મૂકયું છે મોરપીંછને રે લોલ !

જોઈને બોલ્યો સુત મારો ‘આપજો !'
કાનુડાની જેમ બાંધું ભાલમાં રે લોલ !
બીજો ગોઠવેલો શંખ શોભતો રે લોલ !

ભોળાએ મોકલ્યો લાવી ભાવ જો,
મોટા બંધુએ સમજી માગિયોં રે લોલ !
ત્રીજું એક કમળ ખૂબ જ કુમળું રે લોલ !

લાગે એ તો લક્ષ્મીજીનું હોય જો,
માડીએ ઊંચક્યું લાવી હેતથી રે લોલ !
સૌથી બે પાછળ કોરા કાગળો રે લોલ !

લખવા મને મોકલ્યા બાલગીત જો,
શારદાને નમી પછી ઝાલિયા રે લોલ !
હીંચકા પર ચઢી બ્હેની હીંચતાં રે લોલ !

જોઈ આવી પરીઓના દેશ જો,
એનાં સંભારણા હવે સાંભળે રે લોલ !