બાળ કાવ્ય સંપદા/ઉષા
Jump to navigation
Jump to search
ઉષા
લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)
સોનાનો લઈ થાળ સૂરજનો,
કુમ કુમ પગલાં પાડે ઉષા.
પંખી જાગે સ૨વ૨ જાગે,
શીતળતા છલકાવે ઉષા.
મંદિર જાગે મસ્જિદ જાગે,
સૃષ્ટિને પસવારે ઉષા.
ડુંગર નદીઓ નિર્ઝર ધારા,
તેજ થકી નવડાવે ઉષા.
લાલ ગુલાબી રંગો વેરે,
નભ આખું ઝળકાવે ઉષા.
ભજનિકો સૌ ગાય ભજન ને,
પ્રભાતિયાં ગવરાવે ઉષા.