zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/શબરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શબરી

લેખક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
(1937-1981)

એક શબરીએ તપોવન સીંચ્યાં કે શબરી વનવાસી.
ડાળડાળે ફળફૂલ કંઈ હીંચ્યાં કે શબરી વનવાસી.
સર પંપાને કાંઠડે રહેતી કે શબરી વનવાસી.
એ તો વાયરાને વાત કહેતી કે શબરી વનવાસી.
મારા રામજી અજોધ્યાથી આવે કે શબરી વનવાસી,
એને કિયાં કિયાં ફળ બહુ ભાવે કે શબરી વનવાસી.
એણે તરુ તરુ ભમી ફળ ચાખ્યાં કે શબરી વનવાસી.
મધમીઠાં ને વીણી વીણી રાખ્યાં કે શબરી વનવાસી.
ડાળ ઝાલીને દૂર દૂર જોયું કે શબરી વનવાસી.
પછી હરખનું આંસુ એક લોહ્યું કે શબરી વનવાસી.