બાળ કાવ્ય સંપદા/ઊંટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઊંટ

લેખક : ગુલામ અબ્બાસ ‘નાશાદ'
(1949)

અઢારે અંગ વાંકાં કહી
કરે છે સૌ બદનામ,
રણમાં કહો મારા વિના
કોણ આવે છે કામ ?

રણનું એક માત્ર વાહન
રેતીનું હું જહાજ;
વહેવાર મરુભૂમિનો છે
મારા લીધે ઓ રાજ

મારાં પગલાં જોડે છે
જાણે કેટલાં ગામ
રણમાં કહો મારા વિના
કોણ આપે છે કામ ?

દિવસો સુધી તરસ્યા રહી
વેંઢારું સઘળો ભાર,
માનવ તોય ઊંટ સાથે
કેવો કરે વહેવાર,

આરબ-ઊંટની વાતો જોડી
ઉછાળે મારું નામ
રણમાં કહો મારા વિના
કોણ આવે છે કામ ?