zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/એવો આવે છે વરસાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એવો આવે છે વરસાદ

લેખક : ફિલિપ ક્લાર્ક
(1940-2021)

ચોખ્ખા ઘીનો જાણે વહેંચાતો પરસાદ,
એવો આવે છે વરસાદ !

ધરતી મઘમઘ મ્હેંકી ઊઠી,
સીમ આખીયે મ્હેંકી ઊઠી.
સહુ બાળનાં હૈયાં મહીં
મા'તો ના ઉન્માદ,
એવો આવે છે વરસાદ !

પાણી પાણી સઘળે પાણી,
દેવે કીધી જળની લ્હાણી,
ટેકરીઓ અને પહાડ ઉ૫૨થી,
ખળખળ વહેતા નાદ,
એવો આવે છે વરસાદ !

ચાલો જળનો સંગ્રહ કરીએ,
કૂવા, ટાંકા, તળાવ ભરીએ,
ભઈલુ, ટીનુ, બબલી, ગુડ્ડી,
પાડો સૌને સાદ,
એવો આવે છે વરસાદ !