બાળ કાવ્ય સંપદા/કેવું મોટું આભ ?
Jump to navigation
Jump to search
કેવું મોટું આભ ?
લેખક : ફિલિપ ક્લાર્ક
(1940-2021)
જોજનનાં જોજન લગ એનો
કેવો મોટો વ્યાપ.
કેવું મોટું આભ ?
આમ જુઓ ધરતી આભ
વાતો કરતાં લાગે;
દૂર દૂર એ ક્ષિતિજોએ,
હળતાં મળતાં લાગે.
ઊંચે ઊંચે આભે બેસી,
જપતું કોણ જાપ ?
કેવું મોટું આભ ?
દિવસે સૂરજદાદા તપતા
રાતે ઝગમગ તારા;
રોજ વધતા ઘટતા રે'તા.
ચાંદાના ચમકારા,
ચોમાસે વીજળીયું ચમકે
વાદળ કેરા નાદ.
કેવું મોટું આભ ?