બાળ કાવ્ય સંપદા/એ ભૂલ
Jump to navigation
Jump to search
એ ભૂલ
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
હસી પડાયું, હસી પડાયું,
ધ્યાન રહ્યું ના, હસી પડાયું.
માંડ્યું'તું તો રોવાનું,
ભીની આંખે જોવાનું,
લાંબે રાગે ગાવાનું.
ત્યાં ભૂલ થઈ, ભઈ ! ભૂલ થઈ,
ને ભૂલભૂલમાં હસી પડાયું.
થઈ ગયું, ભઈ ! થઈ ગયું;
થઈ ગયાનું શું કરવું ?
ફરી ભૂલ કંઈ ના કરતાં,
હસી દીધું તો રહો હસતાં;
હસતાં રહો ને રમતાં રહો,
જેને-તેને ગમતાં રહો.