zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/કંઈ ખોવાય છે ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કંઈ ખોવાય છે ?

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

કોઈનું કંઈ ખોવાય છે ?
બજારમાં વેચાય છે.
કોઈનું કંઈ ખોવાય છે ?
હા, મારી ગાય છે,
ધિંગી ને શિંગી;
આઘેથી ઓળખાય છે.
સવારે દોવાય તેવી
ખીલે અકળાય છે.
ગોવાળિયાનો સાદ પડતાં
ઊંચીનીચી થાય છે.
છૂટે તેવી દોટ મૂકી
ટોળામાં ભરાય છે.
બહેનો ભેગી હરખાતી એ
આઘે ચરવા જાય છે.
આઘેથી ઓળખાય એવી
એ જ મારી ગાય છે.