બાળ કાવ્ય સંપદા/કલરવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કલરવ

લેખક : કાન્તિ કડિયા
(1950)

ગીત-મધુરો વાયુ ડોલે,
કલરવ કરતાં પંખી બોલે.
રંગરંગનાં ફૂલો ખીલે,
ઝાકળ એ તો ઝાઝાં ઝીલે.
સૂરજદાદા આંખો ખોલે,
કલરવ કરતાં પંખી બોલે.
હળવે હળવે સૂરજ ઊગે,
પંખી સઘળાં દાણા ચૂગે.
ખેતરમાં લહેરાતા મૉલે,
કલરવ કરતાં પંખી બોલે.
ખરા બપોરે સૂરજ બાળે,
પંખી બેઠાં જઈને માળે.
ઝાડ ભલેને ચડતાં ઝોલે,
કલરવ કરતાં પંખી બોલે.
સાંજ ઢળે ને સૂરજ ભાગે,
ફૂલ ઊડતાં લાગે બાગે.
ફૂલ બધાં પંખીની તોલે,
કલરવ કરતાં પંખી બોલે.