બાળ કાવ્ય સંપદા/કેવી મજા ! (૩)
Jump to navigation
Jump to search
કેવી મજા !
લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)
સૂરજ જેમ પ્રકાશ મળે જો,
દૂર દેશથી આવી પૂગી,
આભ પરે હાં સાચે ઊગી,
પ્રકાશવાની કેવી મજા !
કોયલની જેમ કંઠ મળે જો,
વનવગડે ને કુંજે કુંજે,
આંબા ડાળે બેસી ઊંચે,
ટહુકવાની કેવી મજા !
ફૂલની જેમ સુવાસ મળે જો,
છોડ છોડવા ઉપર ખીલી,
ચંદ્રકલાને અંગે ઝીલી,
ફોરવાની કેવી મજા !
વાદળીની જેમ ગતિ મળે જો,
આમ તેમ દોડી ગગડાટે,
વીજ તણા ચમકારા સાથે,
વરસવાની કેવી મજા !