બાળ કાવ્ય સંપદા/એક એક બીજ
Jump to navigation
Jump to search
એક એક બીજ
લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)
એક એક બીજ અમે વાવ્યું રે લોલ !
એને પાણીડાં પાયાં રે લોલ !
ફણગા એને ફૂટ્યા રે લોલ !
પાંદડાં એને આવ્યાં રે લોલ !
કળીઓ એને બેઠી રે લોલ !
મરવા એને આવ્યા રે લોલ !
હું ને બચુ ચાલ્યા રે લોલ !
પાકાં પાકાં ફળ તોડ્યાં રે લોલ !
કાચાં કાચાં ફળ છોડ્યાં રે લોલ !
કેવાં કેવાં ફળ મીઠાં રે લોલ !
હું ને બચુ બેઠા રે લોલ !
ખૂબ ખૂબ ફળ અમે ખાધાં રે લોલ !
એક બીનાં ફળ કેટલાં રે લોલ !
ખાઈએ તોય ન ખૂટે એટલાં રે લોલ !