બાળ કાવ્ય સંપદા/કોણે દીઠી ?
Jump to navigation
Jump to search
કાણે દીઠી ?
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
‘કોણે દીઠી કાલ ?’ પૂછો ?
‘કોણે દીઠી કાલ ?’
અમે દીઠી, અમે દીઠી,
ઝાક ને ઝમાળ.
ઓ એ બેઠે પગલે આવે,
સૌમાં હળવાભળવા,
એના મરકે હોઠ ઉમંગે
હજાર હૈયે ઢળવા.
સોનાવરણી એના ઓળા,
સૂતેલાં ઢંઢોળે;
ચારે દિશ રૂપ નવાં દે,
કૌતુક છોળે છોળે.
એનાં અંગે દિવ્ય ઘરેણાં,
દિવ્ય ફૂલની માળા;
એને પગલે દિવ્ય ઋતુનાં
કોળી રહે અજવાળાં.
અમે દીઠી, અમે દીઠી,
એવી દીઠી કાલ.