બાળ કાવ્ય સંપદા/ગાય વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગાય વિશે

લેખક : દલપતરામ
(1820-1898)

કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય;
ચાર પગ ને આંચળ ચાર, વાછરડા ૫૨ હેત અપાર.

પગમાં ખરી ને તેમાં ફાટ, સુંદર શોભે એનો ઘાટ;
પાછળ પૂંછડા પર છે વાળ, તેથી કરે શરી૨ સંભાળ.

કાન શિંગ બે મોટી આંખ, પૂંછડાથી ઉડાડે માખ;
નરમ રુવાંટું લીસું અંગ, ગેલ કરે વાછરડા સંગ.

ને દૂધ તે ધોળું દેખાય, સાકર નાખી હોંશે ખાય;
દહીં માખણ ઘી તેનાં થાય, તેથી બહુ ઉપયોગી ગાય.
(દલપતરામ)

(આવી જ કૃતિ થોડા ફેરફાર સાથે કવિ ધીરજના નામે પણ મળે છે.)

ગાય

કાળી ધોળી રાતી ગાય,
પીએ પાણી ચરવા જાય.
ચાર પગ ને આંચળ ચાર,
વાછરડાં પર હેત અપાર,
પાછળ પૂંછડાં પર છે વાળ,
તેથી કરે શરીરસંભાળ,
કાન, શિંગ, બે મોટી આંખ,
પૂંછડેથી ઉડાડે માખ.
નરમ રુવાંટી, લીસું અંગ,
ગેલ કરે વાછરડા સંગ,
દૂધ તેનું ધોળું દેખાય,
સાકર નાંખી હોંશે ખાય.
દહીં માખણ ઘી તેનાં થાય,
તેથી બહુ ઉપયોગી ગાય.
કાળી ધોળી રાતી ગાય,
પીએ પાણી ચરવા જાય.
(કવિ ધીરજ)