બાળ કાવ્ય સંપદા/ચકલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચકલી

અજ્ઞાત

ચકીબહેન ! ચકીબહેન !
મારી સાથે રમવા
આવશો કે નહીં ?

બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછાં આપીશ તમને

ચકચક ચણજો
ને ચીં ચીં કરજો
ખાવાને દાણા આપીશ તમને...

બા નહીં બોલશે ને
બાપુ નહીં વઢશે
નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં.