બાળ કાવ્ય સંપદા/ચાંદા વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાંદા વિશે

અજ્ઞાત

મા, મને ચાંદલિયો વહાલો,
ચાંદલિયો વહાલો.
મા, મને રમવાને આલો,
નવલખ તારા વીણી મા;
મારા ગજવામાં ઘાલો,
મા, મને ચાંદલિયો વહાલો.

અર્ધો ધરે મુગટ, આખો ધરે, મા,
આવે ન કદી ઠાલો;
તેજ તેનાં મારી આંખોમાં આંજો,
મા, ઊડતો ઝાલો;
મા, મને ચાંદલિયો વહાલો.