બાળ કાવ્ય સંપદા/ચણ ચણ ચકલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચણ ચણ ચકલી

લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938-2025)

ચણ ચણ ચકલી ચણાની દાળ,
ચકાના પેટમાં પેઠો કાળ !
બણ બણ બગલી જળમાં ભાળ,
સળવળ તરતી કોની ફાળ ?

ગણ ગણ ભમરી દરમાં બેસ,
ડંખ મને ના દેતી લેશ !
કણ કણથી કીડિયારાં ભર્યાં,
કાં રે કીડીબાઈ પાછાં ફર્યાં ?

મણ મણ મોંએ ખાધું ઘાસ,
તોયે હાથીભાઈ ભૂખ્યા ડાંસ !
હણ હણ કરતાં તાણ્યા તંગ
કોણ લડ્યું ને જીત્યું જંગ ?