zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/કાગડો કાળો કાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાગડો કાળો કાળો

લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938-2025)

મારે લીમડે કાગડાનો માળો,
કે કાગડો કાળો કાળો !
એના માળામાં ડાંખળાં ને ડાળો,
કે કાગળો કાળો કાળો !

મહીં મેલ્યાં છે એક-બે ઈંડાં,
કે કાગડો કાળો કાળો !
એમાં કોયલડી પાડતી છીંડાં,
કે કાગડો કાળો કાળો !

જુએ ત્રાંસું ને ઊડતોયે ત્રાંસો,
કે કાગડો કાળો કાળો !
ડોક રાખોડી ચળકે વાંસો,
કે કાગડો કાળો કાળો !

એની ચાંચોના ચાપડા ભારે,
કે કાગડો કાળો કાળો !
સ્હેજ છેડ્યો તો ફટ્ટ દઈ મારે,
કે કાગડો કાળો કાળો !

વળી ઠેકડો ઠેકડો ચાલે,
કે કાગડો કાળો કાળો !
ક્રાંઉ કરતો સવારને ઉજાળે,
કે કાગડો કાળો કાળો !

કદી કરતો શુકન કાગવાણી,
કે કાગડો કાળો કાળો !
નહીં શેરી એકેય તે અજાણી,
કે કાગડો કાળો કાળો !

એની પાક્કી છે સાવ ભાઈબંધી,
કે કાગડો કાળો કાળો !
ભલે રીત ને ભાત હોય ખંધી,
કે કાગડો કાળો કાળો !

એનાં બચ્ચાં છે ગોબરાં-ગંદાં,
કે કાગડો કાળો કાળો !
એ તો કરતો ફરેબ ને ફંદા,
કે કાગડો કાળો કાળો !