બાળ કાવ્ય સંપદા/ચાંદામામા (૩)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાંદામામા

લેખક : કિરીટ ગોસ્વામી
(1975)

ચાંદામામા, તમને કેવી મોજ !
વાદળીઓની ગાદલીઓ પર ઢુમ ઢુમ નાચો રોજ !

ઠંડો ઠંડો પવન તમારી સાથ કરે તોફાન !
પરીઓ આવે ઘેર તમારે, કદી બની મહેમાન !
સાથે રાખો નટખટ પેલી તારલિયાની ફોજ !
ચાંદામામા, તમને કેવી મોજ...

સૂરજદાદાને દેખીને કેમ તરત સંતાવ ?
રૂમઝૂમ કરતાં રાત પડે ને હાજર પાછા થાવ !
થાળીભર પાણીમાં પડતા ન્હાવા, માની હોજ !
ચાંદામામા, તમને કેવી મોજ...