zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ચૂં ચૂં ટીવી લાવ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચૂં ચૂં ટીવી લાવ્યા

લેખક : નટવર પટેલ
(1950)

ચૂં ચૂં ઉંદરમામા ઘરમાં રંગીન ટીવી લાવ્યા,
ઉદ્ઘાટનમાં સોસાયટીના ઉંદર સઘળા આવ્યા.

પ્રેમ ધરીને બરફી-પેંડા, ગોળ-ધાણા ખવરાવ્યા,
એકને શરબત વળી બીજાને ચા-પાણી પિવરાવ્યા.

એન્ટેના અગાશી ઉપર ટીવી ટિપાઈ માથે,
આગળ નાનાં છોરાં પાછળ પપ્પા મમ્મી સાથે.

ચૂં ચૂં મામે દાબી સ્વિચ ને પડદે પડિયા ફોટા,
જાહેરાતો જોઈ જબરી ડોલ્યા નાના-મોટા.

સુણી સંગીત ઝીણું મીઠું સૌ કોઈ ઠમકો દેતાં.
બથ્થંબથ્થા લડતા જોઈ બચ્ચાં તાલી લેતાં,

એવામાં પડદે દેખાતાં મોટાં બિલ્લીમાસી,
મ્યાઉં અવાજે ઉંદરોની આખી સેના નાસી !