બાળ કાવ્ય સંપદા/પીળું પતંગિયું
પીળું પતંગિયું
લેખક : શામજીભાઈ જમોડ, તારાબહેન જમોડ
(1916)
પીળું પતંગિયું આવે ને જાય,
ફૂલડે ફૂલડે બેસતું રે જાય,
પીળું કરેણ ફૂલ ખરી ખરી જાય,
કરે ધરી શિવ સૂંઘવા જાય,
શિશુ બની શિવ પકડવા જાય,
પીળું પતંગિયું ના પકડાય,