બાળ કાવ્ય સંપદા/જાગ ને જાદવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જાગ ને જાદવા

નરસિંહ મહેતા
(ઈ.સ. 15મી સદી)

જાગ ને, જાદવા કૃષ્ણ ગોવાળિયા !
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,

વડો તે ગોવાળિયો કોણ થાશે ?
જાગને…



દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો,
કાળીનાગ નાથિયો,

ભૂમિનો ભાર તે કોણ લેશે ?
જાગને....



જમુનાને તીરે ગોધન ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો, તારા ગુણ ગાઈ રીઝીએ

બૂડતાં બાંહડી કોણ સાહશે ?
જાગને....