લેખક : નારાયણ તપોધન(1916-2000)
એક હતો ડપકો, એનો ભારે ભપકો. જેવા શાહીના જુદા રંગ, એવા ભાઈના જુદા ઢંગ. કદીક ખડિયામાંથી લપકે, કદીક પેનમાંથી ટપકે. કાગળ ઉપર નાચે રમઝમ ! કદીક મોટો કાળો ભમ ! ડપકાભાઈ છે બાઘા, રહો એનાથી આઘા, નહિતર પાડે ડાઘા.