બાળ કાવ્ય સંપદા/તારા
Jump to navigation
Jump to search
તારા
લેખક : ન્હાનાલાલ
(1877-1946)
ગણ્યા ગણાય નહિ.
વીણ્યા વિણાય નહિ.
છાબડીમાં માય નહિ.
તોય મારા આભલામાં ન્હાય.
આકાશે પલકે
ને ઝીણું ઝીણું મલકે.
અંધારી રાતે એ દેવ કેરી આંખો,
નાનકડી ઉઘાડે તેજ કેરી પાંખો.